પેટલાદ શહેરમાં ધર્મજ હાઇવે રસ્તા ઉપર પેટ્રોલ પંપ સામે નાગોલ તલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેને કારણે વરસાદે વિરામ લીધો છે છતાં પણ લોકોના ઘર આગળ પાણી ભરાઈ રહ્યા છે. હાલ મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.