કાલોલ તાલુકાના મલાવ ગામે થી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષ થી માં અંબાનો સંઘ લઈ ને જાય છે તેમ આજ રોજ ૧૨ માં વર્ષ માં પણ જવા નીકળ્યા ત્યારે મલાવ થી નીકળી રાબોડ ખાતે ભક્તો સંઘ સાથે આવી પહોંચ્યા હતા ત્યારે ડેસર તાલુકાના પુરવઠા મામલતદાર દર્શન પટેલ દ્વારા માં અંબાની આરતી ઉતારવામાં આવી હતી.કાલોલ ના અલાલી થી અંબાજી જવા 100 જેટલા માઈ ભક્તો સાથે બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે પગપાળા સંઘ માતાજી નો રથ લઈ રવાના થયો હતો