બોટાદ શહેરમાં ભાંભણ રોડ ઉપર અવધ ફાર્મ પાસે લીમડો કાપી બકરાને ખવડાવતા હોય જેની દાજ રાખી મુકેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા અને જયદીપભાઇ મુકેશભાઈ રોજાસરા એ લોખંડનો પાઇપ અને છડી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને ઈસમો વિરુદ્ધ બોટાદ પોલીસમાં કલ્પેશભાઈ લગધીરભાઈ આલ એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવને લઈને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.