ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી બેકાંઠે વહી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ બન્યું છે. માણસા મામલતદાર એ.એમ.જોશીએ અંબોડ સાબરમતી નદીની સ્થળ મુલાકાત કરી હતી. જ્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બીજી બાજુ કલેકટર મેહુલ દવે દ્વારા નદી કિનારાના લોકોને એલર્ટ કર્યા છે અને નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.