છોટા ઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે આજે વિરોધ નોંધાવ્યો છે. મહિલા મોરચાના કાર્યકરોએ સેવા સદન ખાતે એકત્રિત થઈને દેખાવો કર્યા હતા. સાથે ભાજપ મહિલા મોરચાની બહેનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.