રાપરના કથ્થળધાર વિસ્તારમાં આવેલા એક વાડામાં દરોડો પડાયો હતો. જ્યાં વેંચાણ અર્થે સંગ્રહ કરી રાખેલી વિદેશી દારૂની 79 મોટી બોટલો અને 144 ક્વાટરીયા મળીને કુલ 223 દારુનો જથ્થો કે જેની કિમત 1,26,500 થવા જાય છે. તેને જપ્ત કરીને હાજર ન મળી આવેલા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી