અરવલ્લી જિલ્લાના અણસોલ ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવેલા એક ટ્રકને રોકી તલાશી લીધી હતી. ટ્રકમાં બેડસીટના સામાનની આડમાં છુપાવી રાખેલ 11,976 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી,જેની કીમત રૂ. 54,34,320 જેટલી થાય છે. કુલ રૂ. 64,54,820 ના મુદ્દામાલ સાથે પ્રદીપ બલ્લુ નામના બુટલેગરને ઝડપી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.