હરીપુરાથી કોસાડી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં માંડવી તાલુકાના 15 થી વધુ ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. આ કારણે ગામલોકોને 25 થી 30 કિલોમીટરનો ચક્કર લગાવવો પડી રહ્યો છે, જેની ખાસ અસર વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને આરોગ્ય સંબંધિત ઈમરજન્સી સેવાઓ પર પડી રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોઝવેની બંને બાજુએ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.