શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના બહાર ગામના અનધિકૃત પ્રવાસ અંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયાએ આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ આ વાતથી તદ્દન અજાણ છે. આ ઉપરાંત કોઈપણ પદાધિકારીને બહારગામ જવા માટે મંજૂરી લેવી પડતી હોય છે. તેઓ જ્યાં ક્યાંય પણ જાય છે,તે જગ્યા અંગેની નોંધ પણ લોગબુકમાં હોય છે.