અમદાવાદ શહેરના ઝોન- 6 ના નવનિયુક્ત ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલે વહેલી સવારે એક ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન અંતગર્ત વહેલી સવારે 3:00 થી 6 ની વચ્ચે વટવા ચાર માળિયા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કે ભૂતકાળમાં સંકળાયેલા વ્યક્તિઓના ઘરનું અને તેમના વાહનોનું ડિટેલમાં સર્ચ કરવામાં આવ્યું હતું.