તારાપુરના ખાખસર ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ કરાયા છે.ચાર બાળક હોવાનો ખુલાશો થતા કરાયા સસ્પેન્ડ કરાયા છે.ખાખસર ગામના વીજુબેન મનુભાઈ સરપંચ પદે ચૂંટાયા હતા.ચુંટાઈને માંડ બે મહિના થયા છે તેવામાં તો અરજીના આધારે તંત્રને ખબર પડી કે તેમને ચાર બાળકો છે.મહત્વનું છે કે, બે બાળકોનુ ખોટુ એફિડેવીટ રજૂ કરીને ચુંટણી અધિકારીનીને આપ્યુ હતુ.ત્યારબાદ ચૂંટણીમાં સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા.તારાપુર ડી.ડી.ઓએ તપાસ કરી હતી.અને ચૂંટાઈ આવેલા નવા મહીલા સરપંચને સસ્પેન્ડ કરાયા.