ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક ઘટના બની હતી. હોમગાર્ડમાં કાર્યરત શોભનાબેન સબુરભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તા. 2 સપ્ટેમ્બરનાં રોજ રાત્રે તેઓ પોતાના ભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે રમેશભાઈ અને દિલીપભાઈ કાંતિભાઈ રાઠોડે તેમની ગાડી રોકી હતી. તેમણે ભત્રીજાને મારવાનો ઉલ્લેખ કરી શોભનાબેન અને તેમના ભાઈને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. વિવાદ દરમિયાન શોભનાબેનને મુક્કો મારી ઈજા પહોંચાડવામાં આવી હતી.