તિલકવાડા પોલીસ પાયકોઈ ગામ નજીક નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન એક ફોરવીલ ગાડી GJ 06. DG 2576 નંબરની બોલેરો ગાડી આવતા ગાડીનો ચાલક પોલીસને જોઈ ગાડી મૂકી ફરાર થયો હતો તિલકવાડા પોલીસે ગાડી માં તપાસ કરતા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો તિલકવાડા પોલીસે બોલેરો ગાડી માંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કિંમત રૂપિયા 78,720 તથા બોલેરો ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 2,78,720 નો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે