નેશનલ હાઇવે નંબર 48 ઉપર પીપોદરા બ્રિજ ઉતરતા કોલસો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી જેને કારણે ટ્રાફિકજામ થયો હતો ટ્રકના ચાલકે અચાનક કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રોડ પર ફેલાયેલો કોલસો દૂર કરવાની કામગીરી શરૂ કરાવી હતી