પોરબંદર માધવપુર રોડ પર ઓળદર બાયપાસ નજીક પુરપાટ જતી બાઇક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ થયું હતું.આ ઘટનામાં બાઇક ચાલક હાજાભાઈ કરશનભાઈ કાઠી નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું તો દેશૂરભાઈ હીરાભાઇ મોરી ને ઇજા પહોંચતા તેમને સામાન્ય ઇજા પહોંચી હતી.આ ઘટના બાદ પોલીસે પણ બનાવ નોંધ્યો હતો.