પોરબંદર દ્વારકા હાઇવે પર ત્રણ માઇલ નજીકના રસ્તા પર ગઈકાલે રાત્રીના પસાર થતા એક ટેન્કર ચાલકે રોડ પર બેઠેલા પશુઓનો હડફેટે લીધા હતા.આ ઘટનામાં 4 પશુઓને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.આ ઘટના બાદ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.