દેશના રાષ્ટ્રપતિ તથા ખ્યાતનામ શિક્ષક તરીકે વધુ પ્રચલિત ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે તા.૦૫ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં "શિક્ષક દિન" તરીકે ઉજવણી કરવામાં આવે છે.આજે તા.૦૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૫ સમારોહ યોજાનાર છે. જેમાં રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. રાજયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમા અને