લીલીયાના જ્યોતિષ આચાર્ય જયપ્રકાશ માઢકે આજે ૬ કલાકે આગાહી કરી છે કે 12 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવશે. હાલ મધ્યપ્રદેશ ઉપરની સિસ્ટમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ ખસીને ડિપ્રેશનમાં ફેરવાઈ છે, જેના કારણે 8-9 સપ્ટેમ્બર સુધી અમદાવાદ, વડોદરા સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ત્રાટકશે, જેમાં ખાસ કરીને ભાવનગર અને અમરેલીમાં સારો વરસાદ થવાની શક્યતા છે.