ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ઝડપાયેલા ડબ્બા ટ્રેડિંગ અંગે પ્રતિક્રિયા આપી હતી.