વિજાપુર પાંચપીર દરગાહ બગીચા થી લાડોલ રોડ ઉપર પડેલા ખાડા માં લાડોલ જતાં પંચાયત ના બાંધકામ શાખા ના નિવૃત્ત ઇજનેર અઘિકારી ની કાર આજરોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકે ખાડા માં પટકાતા કાર ડીવાઈડર સાથે અથડાતા કાર ને મોટું નુકશાન થયું હતું. આ અકસ્માત થી કાર ચાલક નિવૃત્ત અઘિકારી ને મોટી ઇજા થી આબાદ બચાવ થયો હતો. મોટો અકસ્માત સર્જાય તે પહેલાં આર એન્ડ બી વિભાગ સત્વરે ખાડો પુરે તેવી આ અકસ્માત ને લઈને માંગ ઉઠી હતી.