સાણંદની માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાનો બનાવ સામે આવ્યો. શાળાના વ્યાયામ શિક્ષક રાકેશ લકુમે ધોરણ 8ના ચાર વિદ્યાર્થીઓને માર માર્યો હતો.ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો શનિવારે 12 કલાકે શાળાએ દોડી આવ્યા હતા. તેમણે શાળા આગળ ભારે હોબાળો મચાવ્યો હતો.