સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારનું દંપતિ કાઠમંડુમાંથી હેમખેમ પરત આવવા રવાના થયા હતા. રતનપરમાં રહેતા વિરમભાઇ ડાભી અને તેમના પત્ની 9 તારીખથી નેપાળના કાઠમંડુમાં તોફાનમાં ફસાયા હતા. અને આજે બપોરે કાઠમંડુ થી હવાઈમાર્ગે વાયા બેરહવા થઈ રાત્રિના ગોરખપુર ખાતે પહોચશે. દંપતિ હેમખેમ પરત આવવા રવાના થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.