તાલાલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન આંકોલવાડી બસ સ્ટેશન ખાતે એક યુવતી અસ્થિર હાલતમાં મળી આવતા પોલીસે તેને કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપેલ જ્યાં તે આસામની હોવાનું જાણવા મળતા તેના પરિવારજનો નો સંપર્ક કરી આજે પરિવારજનો સાથે સંપર્ક કરાવી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.