હાલ આદ્યશક્તિની આરાધના નું પર્વ ચાલી રહ્યું છે, જ્યારે બહેનો દીકરીઓ ગરબા રમવા માટે ખાનગી તેમજ જાહેર આયોજનમાં જતી હોય છે, ત્યારે તેમની સુરક્ષા ને લઈને ભાવનગર પોલીસ તમામ રીતે સજ્જ બની છે. ભાવનગર પોલીસની મહિલાની સી-ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા મહોત્સવમાં આવારા તત્વો ઉપર નજર રાખી રહી છે. સામાન્ય મહિલાઓની જેમ ચણીયા ચોળીમાં સજ્જ મહિલા પોલીસ અધિકારીઓને પોલીસ કર્મચારીઓ બહેનોની સુરક્ષા કરી રહી છે.