પાવાગઢ નજીક આવેલા ગડબડીયા મંદિર પાસે તા.10 સપ્ટેમ્બર બુધવારના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં એક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.હાલોલની ઉલ્લાસનગર સોસાયટી ખાતે રહેતા નારણભાઈ રાઠવા ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા.હાલ માં અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા વાહન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.