તાપી જિલ્લા sog પોલીસે વાલોડ તાલુકાના તિતવા ગામે જાહેરનામાં ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો.તાપી જિલ્લાના sog શાખા ખાતેથી બુધવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના તિતવા ગામે આવેલ સ્વાગત પ્લાઝા માં કરિયાણા ની દુકાન ભાડે આપેલ હોય જેની કાયદાકીય રીતે પોલીસ મથક અથવા અન્ય કોઈ જગ્યા પર નોંધણી નહીં કરાવતા sog પોલીસે દુકાન માલિક ભંવરલાલ શીરવી વિરુદ્ધ જાહેરનામાં ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.