પેરેડાઈઝ સિનેમામાં ફાયર એન.ઓ.સી.નકલી હોવાની રજુઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ બાદ પોરબંદરના ફાયર વિભાગમાં ફરજ બજાવતા રાજીવ ગોહેલ દ્વારા નકલી એન.ઓ.સી.માં સહી કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC માં સહી કરનાર લીડિંગ ફાયરમેન રાજીવ ગોહેલે સંતોષ કારક ખુલાસો ના આપતા હાલ સસ્પેન્ડ કરાયો છે.