તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે 14 માર્ગ બંધ હાલતમાં.તાપી જિલ્લાના વહીવટી વિભાગ દ્વારા શનિવારના રોજ 3 કલાકે આપેલ વિગત મુજબ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પંચાયત હસ્તકના માર્ગો પર ધોધમાર વરસાદ વચ્ચે પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યા છે.જેમાં અલગ અલગ 14 જેટલા માર્ગો પર આવેલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવતા વાહનવ્યવહારને અસર થતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો.