નડિયાદમાં કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ધુમાડા બહાર નીકળતા મીટર સળગ્યાની જાણ થઇ. નડિયાદ શહેરના ડી માર્ટ સામે આવેલા એલ સ્ક્વેર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં લગાવવામાં આવેલ મીટરનાબોક્ષમાં શનિવારના રોજ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવ અંગે સ્થાનિક નાગરિકોના મત્તે શહેરના ડી-માર્ટ સામે આવેલા એલ સ્કેવર નામના કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં મિટરનો બોક્ષમાં આગ લાગી હતી.