ગત તારીખ-15મી જુનના રોજ અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સીને પ્લાઝા સિનેમા પાસેથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 13 હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ 98 હજારથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા.જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતાં.પોલીસે આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ શાહરુખ અલ્લા રખા શેખને આજરોજ ઝડપી પાડયો હતો.