મહે. પોલીસે બાતમીના આધારે કનીજ-સાંખેજ રોડ પર પાડ્યો દરોડો. પોલીસે રૂ. 73 હજારના બિયરના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. ત્યારે અન્ય એક ઈસમ પોલીસને ઓળખી જતાં બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધરપકડ કરાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા બિયરનો જથ્થો અને રીક્ષા બાબતે કબૂલાત કરી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.