ડોક્ટર રાજેશ પટેલે વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પત્તિ સ્થાન થી લઈને મચ્છર કરડવાથી થતા મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં ૦૫ રેલી,૩૫૦ જૂથ ચર્ચા, ૬૫ શાળા કોલેજોમાં આરોગ્ય શિક્ષણ,૫૫૦ સોશિયલ મીડિયા પોસ્ટ, ૫૫ પોરા પ્રદર્શન, ૮૫ પોસ્ટર બેનર પ્રદર્શન અને ૨૪૫ સંસ્થાઓને મેલેરિયા ડેન્ગ્યુ નોટિફિકેશન એક્ટની સમજ આપવામાં આવી હતી