ઉચ્છલ તાલુકાના ખાબદા ગામેથી પસાર થતી રાયગણ ખાડી માં એક તણાયો,લાઇવ વીડિયો સામે આવ્યા.તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પડેલા વરસાદ વચ્ચે શુક્રવારના રોજ 1.30 કલાકની આસપાસ ઉચ્છલ તાલુકા માંથી પસાર થતી રાયગણ ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જે પાણીમાં નાહવા પડેલો યુવક તણાયો હતો.જોકે યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો.બાદમાં ગ્રામજનોએ યુવકને મેથીપાક આપી સમજણ આપી હતી.ત્યારે તંત્ર ની અપીલ ને નજરઅંદાજ કરતા આવતા તત્વોને મેથીપાક આપવો પણ જરૂરી બન્યો હતો.