પાલનપુર શહેરમાં આવેલ આઈ.ટી.આઈ કોલેજ થી માર્કેટયાર્ડ સુધીનો જે માર્ગ છે તે બીમાર થઈ જવા પામ્યો છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જો કે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી ત્યારે આજે શુક્રવારે 4:00 કલાકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.