રાજુલા તાલુકાના કોવાયા ગામના નિલેશ સોરઠીયા સાથે ઑનલાઈન ટ્રેડિંગના નામે ₹20.28 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. ફરિયાદમાં મુંબઈના કીર્તિ કપૂર, અનુપમ તિવારી અને પરિણીતી જેન સામે છેતરપિંડીનો આરોપ મુકાયો છે.