વેરાવળના સતીમાં યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાઈ છે.ત્યારે આ વર્ષે 3500 જેટલી ગોલ્ડન ચોકલેટનો ઉપયોગ કરી યુવાનો દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.આજરોજ સ્થાપના કર્યા બાદ યુવાને પ્રતિક્રિયા આપી અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો.