વડોદરા : શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા નજીકના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઠીયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધા ના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો.જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.