જિલ્લામાં શનિવારથી સોમવાર સુધી સતત ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ઠેરઠેર જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.તેવામાં ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.જેમાં જોવા જઈએ તો જંબુસરમાં 10મીમી,આમોદમાં 10મીમી,વાગરામાં 3મીમી,ભરૂચમાં 10મીમી,ઝઘડિયામાં 13મીમી,અંકલેશ્વરમાં 20મીમી,હાંસોટમાં 4 મીમી જ્યારે વાલિયામાં 1.05 ઇંચ અને નેત્રંગમાં 1.09 ઇંચ વરસાદ નોંધાયો હતો.