બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સીરી ના ગ્રાઉન્ડ પાસે રેલ્વે ટ્રેન નીચે યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું. ભાવનગર તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી ટ્રેન નીચે યુવકે કોઈ અગમ્ય કારણસર પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જ્યારે આ બાબતે મળતી વિગતો અનુસાર આ યુવક રાણપુર તાલુકાના અલમપુર ગામના સંજયભાઈ વિનોદભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે જ્યારે સમગ્ર આ ઘટનાને લઈને રેલ્વે પોલીસ અને રાણપુર પોલીસ દોડી આવી હતી.