પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલા ખેમાણા ટોલ નાકા ઉપર લોકલ ટેક્ષ લેવા મામલે આજે મંગળવારે શહેરના જાગૃત શિક્ષકે વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે બાલારામ મહાદેવના પ્રાચીન મંદિરે શ્રાવણ માસમાં શહેરના લોકો દર્શનાર્થે જતા હોય છે ત્યારે આ હિન્દુઓની સરકાર દ્વારા જ ટોલટેક્સ ઉઘરાવવામાં આવતો હોય તો તે શરમજનક બાબત છે અને સરકાર સામે આક્ષેપ કર્યા હતા.