This browser does not support the video element.
માળીયા: માળીયા મિયાણાના અંજીયાસર ગામની સીમમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
Maliya, Morbi | Aug 28, 2025
માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80 હજાર તેમજ 1400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 35 હજાર મળી કુલ રૂપિયા 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી મહમદહનિફભાઈ કાદરભાઈ ભટ્ટી હાજર નહિ મળી આવતા તેની સામે માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.