તારાપુર નજીક આવેલી મોરજ ચોકડી પાસેથી વરલી મટકાનો જુગાર રમી રમાડતો મકબુલમીંયા ફઝલોદિન શેખને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.તેની અંગજડતીમાંથી આંકડાની સ્લીપો તેમજ રોકડા 1570 રૂપિયા મળી આવતા તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી જુદી કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તેની પૂછપરછ દરમિયાન તે આંકડા ઇમરાન શીલવાઈને લખાવતો હોવાની કબુલાત કરી હતી. તારાપુર પોલીસ મથકે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.