રાજકોટ: શહેરના રૈયા રોડ પર ટ્રાફિક પોલીસના જીવને જોખમમાં મૂકીને એક કારચાલકે બેફામ વર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક ટ્રાફિકકર્મી કારને ટાયર લોક કરવા જઈ રહ્યો હતો ત્યારે ચાલકે અચાનક કાર ભગાવી મૂકી હતી, મળતી માહિતી મુજબ,ગુરુવારના સાંજે 6 વાગ્યાની આસપાસ રૈયા રોડ પર ટ્રાફિકના નિયમનો ભંગ કરીને પાર્ક કરેલી એક કારને ટ્રાફિક પોલીસનો એક કર્મચારી લોક લગાવવા જઈ રહ્યો હતો. તે લોક લગાવે તે પહેલાં જ કારચાલકે અચાનક બેફામ રીતે કાર હંકારી મૂકી હતી.