ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા યુનિવર્સિટી ગેટ ખાતે NDUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે દરમિયાન NSUI ના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે પોલીસ ફરિયાદ ખોટી રીતે નોંધી હોવાના કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપો કરાયા હતા. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દ્વારા રજૂઆત કરી હતી.