આજરોજ શીતળા સાતમનો તહેવાર જિલ્લામાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.હાંસોટ પંથકમાં સૌભાગ્યવતિ સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરી હતી.આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમ્યાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે.