સોમવારના 4 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ પારડી તાલુકામાં આવનાર ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ ને કાયદેસર રીતે ઉજવવા માટે આજરોજ પાર્ટી ફાઉન્ટેન હોટલ ખાતે પીઆઇ ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ ગણેશ મંડળો અને ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.