મોરવા હડફ નવીન એસ.ટી. ડેપો ખાતે 2 નવીન બસોનુ લોકાર્પણ તા.4 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોને મોટી સંખ્યામાં અને વધુ ગુણવત્તાયુક્ત પરિવહન સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.નવીન બન્ને બસ લુણાવાડા થી સરસવા થઈ વાયા મોરા થી મોરવા હડફ બસ ડેપો સુધી લોકલ અને મોરવા હડફ બસ ડેપોથી મોરા, સરસવા,લુણાવાડા, કઠલાલ થઈ અમદાવાદ જવા આવવાની એક્સપ્રેસ બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.