ભાવનગર શહેરની એક સગીરા સાથે પરણીત શખ્સએ શારીરિક અડપલાં કર્યા હોવાની ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.