અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે મોડાસા તાલુકાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થતું હતું.તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા જતા,૩૫ જેટલા વીઘા ખેતરોમાં વાવણી કરેલ મગફળી,સોયાબીન સહિતના પાકને ખેતરમાં પાણી ભરાવવાના કારણે ખેડૂતો વ્યાપક નુકશાન થયું હોવાની આજરોજ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ હતી.