બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વિવાદિત ટિપની કરતા ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી, ગાંધી પરિવારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નફરત ફેલાવવામાં કોઈ કસર છોડી નથી. તેવામાં વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.